મહારાણા પ્રતાપ વિશે વિસ્તૃત માહિતી



શાસન કાળ
૧૫૬૮-૧૫૯૭
જન્મ
મે ૯, ૧૫૪૦
જન્મ સ્થળ
કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન
અવસાન
જાન્યુઆરી ૨૯, ૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ)
પૂર્વગામી
મહારાણા ઉદય સિંહ (બીજા)
વંશ/ખાનદાન
સૂર્યવંશી,રાજપુત
પિતા
મહારાણા ઉદય સિંહ (બીજા)
માતા
મહારાણી જીવંત બાઈ
સંતાન
૩ પુત્રો અને ૨ પુત્રીઓ
ધર્મ
હિંદુ




જન્મ
          મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતાએમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.


શૌર્ય

          ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિmય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા

81 કિલોનો ભાલો અને  72 કિલોનું કવચ
- મહારાણા પ્રતાપ 81 કિલોનો ભાલો અને  72 કિલોનું કવચ રાખતા હોવાની વાતને ઘણા લોકો ખોટી માને છે, કારણ કે એક વ્યક્તિ આટલું વજન ન ઉપાડી શકે.
- જોકે આ વાત સાચી છે ભાલા, કવચ અને બે તલવારો સાથે તેઓ 208 કિલો વજન ઉપાડતા હતા.
- આ હથિયારો આજે પણ મેવાડના રાજવી પરિવારના મ્યૂઝિયમમાં જોવા મળી શકે છે.
- આ ઉપરાંત મહારાણા પ્રતાપે માયરાની ગુફામાં ઘાસની રોટી ખાઈ દિવસો પસાર કર્યા હતા, જેને પણ લોકો ખોટી માને છે.
- આ ગુફા હજી પણ અસ્તિત્વમાં છે અને હલ્દીઘાટીના સમયે અહીં જ પ્રતાપે હથિયારો છુપાવ્યા હતા.
- આ ગુફામાં પ્રતાપનું એક મંદિર પણ જોવા મળે છે.
30 વર્ષ સતત પ્રયાસો છતાં પણ અકબર તેને બન્દી ન બનાવી શક્યો
          મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેનાનાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા
પ્રજાના પ્રહરી હતા પ્રતાપ

          મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહને પોતાના નાના દિકરા જગમાલ સાથે લગાવ હતો. આ જ કારણે મૃત્યુ સમયે ઉદયસિંહે તેને રાજગાદી સોંપી દિધી. ઉદયસિંહનું આ કાર્ય નીતિ વિરુદ્ધ હતુ. કારણ કે રાજગાદીના હકદાર મહારાણા પ્રતાપ હતા. તે જગમાલથી મોટા હતા. આ ઝેર વધતું ગયુ. પ્રજા પ્રતાપને વધારે સમ્માન આપતી હતી. એવું એટલા માટે હતુ કારણ કે પ્રતાપસિંહનું મનમોહક વ્યક્તિત્વ, પોતાને પ્યારી પ્રજાના સેવક માનતા, દેશ અને ધર્મના નામે પોતાના સર્વસ્વનો ત્યાગ જેવા અનેક સદગુણો તેનામાં હતા. જગમાલને ગાદી મળતા તમામ લોકો નિરાશ થયા, પરંતુ પ્રતાપના ચહેરા પર એક નાની કરચલી પણ ન ઉપસી.

ભાઈના એક આદેશ પર પ્રતાપે છોડી ગાદી

          રાજ્યના શાસનનો ભાર જગમલના હાથમાં આવતા જ તેને સત્તાનું ઘમંડ આવી ગયુ. તે ખુબ ડરપોક અને ભોગ-વિલાસી રાજા હતો. પ્રજા પર તેના દ્વારા થઈ રહેલા અત્યાચારો જોઈને પ્રતાપ દ્વારા રહેવાયુ નહીં. એક દિવસ તે જગમલ પાસે ગયા અને સમજાવતા કહ્યુ કે શું અત્યાચાર કરીને જ પોતાની પ્રજાને સંતુષ્ટ કરીશ? તારે સ્વભાવને બદલવો જોઈએ. સમય ખૂબ નાજુર છે. જો તું નહીં સુધરે તો તારૂ અને તારા રાજ્યનું ભવિષ્ય ખતરામાં પડી જશે. તેણે એને પોતાના રાજશી શાનની વિરુદ્ધ અપમાન સમજ્યુ. અકડાઈને તેણે કહ્યુ કે, ‘તું મારો મોટો ભાઈ છે તે સાચુ, પણ યાદ રહે કે તારી પાસે મને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. અહીં ના રાજા હોવાના કારણે હું તને એ આદેશ આપુ છુ કે તું આજે જ મારા રાજ્યની બહાર થઈ જવાનો પ્રબંધ કર’

ઘાસ-પાંદડા પર ખાઈને કર્યો ગુજારો

          જંગલમાં ફરતા-ફરતા મહારાણા પ્રતાપને ખુબ દુઃખ વેઠવા પડ્યા. પરંતુ પિતૃભક્તિની ચાહમાં તેણે ઉફ્ફ પણ ન કરી. પૈસાના અભાવમાં અને સેનાના તુટતા મનોબળને પુનર્જીવિત કરવા માટે દાનવીર ભામાશાહએ પોતાનો પુરો ખજાનો સમર્પિત કરી દિધો. તો પણ મહારાણા પ્રતાપે કહ્યુ કે સૈન્ય આવશ્યકતાઓ, સિવાય મને તમારા ખજાનાની એક પાઈ પણ ન જોઈએ. અકબર અનુસાર મહારાણા પ્રતાપ પાસે સાધનો સીમિત હોવા છતાં પણ તેનું સર ઝુક્યું નહીં. ઘાસ પાંદડા ખાઈને ગુજારો કર્યો. પત્ની તેમજ બાળકોને વિકરાળ પરિસ્થિતિઓમાં પણ પોતાની સાથે રાખતા હોવા છતાં પણ તેમણે ક્યારેય ધૈર્ય ખોયું નથી. કેટલાયે સ્વતંત્રતા સેનાની પોતાના પ્રેરણા સ્ત્રોત મહારાણાનું અનુસરણ કરી સ્વતંત્રતાની બલીવેદી પર હસતા હસતા ચડી ગયા

શૌર્ય ગાથા…
          પોતાની ટેક માટે જાણીતા મહારાણા પ્રતાપનો જન્મ ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી,૧૫૯૭ ના ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. પટરાણીનું નામ  અજવાદે પરમાર અને પુત્રનું નામ અમરસિંહ હતુ.  ભાઈઓમાં શક્તિસિંહ, વીરમદેવ, જગમાલ સાગર વગેરે હતા… જોકે કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢમાં થયો હતો.પ્રખ્યાત સતી મીરાંબાઈ મહારાણા પ્રતાપના મોટાકાકીમાં થાય.કુંવર ભોજ એ મહારાણા પ્રતાપ ના પિતા ઉદયસિંહ ના મોટા ભાઈ થાય.આ ઉદય સિંહ ના લીધે સૌથી સુંદર શહેર ઉદયપુર મળ્યું છે.‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ભારતમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે ઉદયપુરને પ્રથમ નંબર અપાયેલો છે.આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, પણ દક્ષિણ એશિયાનું સૌપ્રથમ શહેર બન્યું છે.નાનપણથી જ  મહારાણા પ્રતાપમાં વીર, ધીર, ગંભીર, શાંત અને સ્વદેશપ્રેમ જેવા ગુણો  ઠાંસી ઠાંસીને ભરેલા હતાં.ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા’ આ કહેવત જે વિશાળ અને ભવ્ય કિલ્લા પરથી અસ્તિત્વમાં  આવી એ ચિત્તોડનો કિલ્લો આખાય ભારતમાં પ્રખ્યાત છે. આ ચિત્તોડ પ્રતાપને મન ખૂબ પવિત્ર સ્થાન હતું.એના ઉપર મુસલમાનો ની સત્તા હતી તે તેમનાથી સહન નહોતું થતું.વીર પ્રતાપી મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા. તેમનો એક હાથમાં પકડેલો ભાલો લગભગ ૪૦ કિલોના વજનનો હતો.  તક મળતાં જ  એ મહાશક્તિશાળી રાજા દુશ્મનના પેટમાં ભાલો ઘુસાડીને તેને એક હાથે જ ઉપાડી લેતા.શિતલ નામના રાણા પ્રતાપના એક પ્રશંસકે એક વાર અકબરના દરબારમાં જઈને એની પ્રશસ્તિઓ ગાઈ. એ પોતે રાણા પ્રતાપ સિવાય કોઇ સમક્ષ પોતાની પાઘડી નથી નમાવતો એમ પણ જણાવ્યું. બસ પછી તો શામ, દામ,દંડ તેમજ પોતાની વિશાળ સેના એ બધાના સહયોગથી રાજા અકબરે પ્રતાપને હરાવવાના રસ્તા વિચારવા માંડયા.અકબરને પોતાની બહેન પરણાવી હોવાથી રાજા માનસિંહ એમના દરબારમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા.પોતાની વિજયકૂચ દરમ્યાન રાજા માનસિંહે પ્રતાપને અકબરની શરણાગતિ સ્વીકારવાનુ કહ્યું. પણ રાણા પ્રતાપે એ માનવાની ધરાર ના પાડી દીધી. ગુસ્સે ભરાયેલા માનસિંહે મીઠા મરચા સાથે આ આખીયે ઘટના રાજા અકબર સમક્ષ મૂકી. પરિણામે ગુસ્સાથી રાતાચોળ થયેલા અકબરે પ્રતાપને  હલ્દીધાટના મેદાનમાં યુધ્ધ આપવાનું ઠરાવ્યું.જ્યાં પીળા ખડકોના નામ પરથી ઘાટીનું નામ ‘હલ્દીઘાટી’ પડ્યું છે એ હલ્દીઘાટીમાં જૂન ૨૧,૧૫૭૬ને દિવસે ઇતિહાસનું યાદગાર અને મહાન યુધ્ધ શરૃ થયું. પ્રતાપના હાથમાં ભાલો , કમરમાં કટાર, કમરબંદમાં બે તલવારો હતી. પ્રતાપના ઘોડા ચેતકને એક બનાવટી સૂંઢ લગાવવામાં આવી હતી અને રાજા માનસિંહના હાથીની સૂંઢમાં એક તલવાર પકડેલી હતી, જે એ હાથી જોરથી ફેરવતો રહે એવી તાલીમ આપેલી હતી.સ્વામીભકત ચેતક રાણા પ્રતાપના સંકેતથી ઊછળ્યો અને એણે માનસિંહના હાથીના કપાળના બખ્તર પર પગ ટેકવી દીધા. એ જ સમયે પ્રતાપે ભાલો ફેંક્યો અને માનસિંહ ગંભીર રીતે ઘવાયો. એનો અંગરક્ષક મરી ગયો. એવામાં પ્રતાપે ફરીથી કટારથી વાર કરી દીધો. રાણા પ્રતાપ પણ સારા એવા ઘવાયેલા હતા. એમને લઈને ચેતકઘોડો સેનાને ચીરતો પૂરપાટ વાયુવેગે રણની બહારની તરફ નાઠો. બડી સાદડીના મન્ના ઝાલાએ એ દ્રશ્ય જોઇને પળભરમા એક નિર્ણય લઈને રાણા પ્રતાપનું રાજચિહન પહેરી લીધુ. દુશ્મનો એની જાળમાં આબાદ ફસાયા અને મુન્નાને પ્રતાપ સમજીને વાઢી કાઢ્યો  અને એ વીર રાજ્પૂત વીરગતિ પામ્યો.જાતવાન  અને માલિકને વફાદાર એવો ખરાબ રીતે ઘવાયેલ  ચેતક સેના વચાળેથી માલિક પ્રતાપને  રક્તતલાઈથી હલદીઘાટને બીજે છેડે લઇ આવ્યો. મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો. ઘવાયેલ હાલતમાં પણ અવર્ણનીય દૂરી તય કરીને છેલ્લે એ લથડી પડ્યો અને પોતાના માલિકના ખોળામા જ પ્રાણત્યાગ કર્યા.મહારાણા પ્રતાપે ચેતક જ્યા ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદર સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું  આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે.૫૭ વર્ષની નાની ઉંમરે જાન્યુઆરી ૧૯, ૧૫૯૭ને દિવસે અવસાન પામ્યા.ચાવંડ ગામથી એક માઈલ દૂર બડૌલી ગામ છે. અહીં પ્રતાપના સ્મારક ઊભું છે.શરીરને અગ્નિદાહ અપાયો. રાજપૂત વિધિ પ્રમાણે અહીં સમાધિસ્થાન પર એક છત્રી બનાવાયેલી. ઉદયપુરમાં મોતીમગરી પર રાણા પ્રતાપનું૫૭ વર્ષની નાની ઉંમરે જાન્યુઆરી ૧૯, ૧૫૯૭ને દિવસે અવસાન પામ્યા.ચાવંડ ગામથી એક માઈલ દૂર બડૌલી ગામ છે. અહીં પ્રતાપના શરીરને અગ્નિદાહ અપાયો. રાજપૂત વિધિ પ્રમાણે અહીં સમાધિસ્થાન પર એક છત્રી બનાવાયેલી. ઉદયપુરમાં મોતીમગરી પર રાણા પ્રતાપનું સ્મારક ઊભું છે.

પ્રતાપના ઘોડા(ચેતકે) બચાવ્યો તેનો જીવ

          પ્રતાપ ચુપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રતાપ પોતાના અશ્વાગારમાં ગયા અને ઘોડાની જીન કસી દિધી. મહારાણા પ્રતાપ પાસે તેનો સૌથી પ્રિય ઘોડો ‘ચેતક’ હતો. હલદીઘાટીના યુદ્ધમાં કોઈ સહાયક વિના પ્રતાપ પોતાના પરાક્રમી ચેતક પર સવાર થઈને પહાડોની તરફ ચાલી નિકળ્યા. તેની પાછળ બે મુગલ સૈનિક લાગેલા હતા. પરંતુ ચેતકે પ્રતાપને બચાવી દિધા. રસ્તામાં એક પહાડી નાળુ વહી રહ્યુ હતુ. ઘાયલ ચેતકે સ્ફુર્તી દાખવી તેને ઓળંગી લીધું. પરંતુ મુગલ તેને પાર ન કરી શક્યા. ચેતકની બહાદુરીની ગાથા આજે પણ લોકો સાંભળે છે.

ચેતક
         ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.
હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.
સફળતા અને અવસાન
         ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ અાધીન પ્રદેશો માં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પર થી મોગલો નો દબાવ ઘટી ગયો અને અા તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ ઇસ. માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા . મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર અાક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું અાધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ અેટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને અામ મહારાણા લાંબાગાળા ના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને અા સમય મેવાડ માટે અેક સુવણૅ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા અા ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય ની સુખ-સાધના માં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ અે તેમની નવી રાજધાની ચાવંડ માં તેમનું અવસાન થયું.
તેમના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા
         અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની અા લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. અેક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે અેક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. અા સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.
' પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર અેવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ.
એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે.

Post a Comment

7 Comments

  1. રાણો રાણાની રીતે

    ReplyDelete
  2. મેવાડ નો સમપુણં ઈતિહાસ ની કોઈ પણ પુસ્તક ગુજરાતી ભાષા માં અનુવાદવિષે પ્રાપ્તિની માહિતી મોકલવા વિનંતી

    ReplyDelete