તાત્યા ટોપે વિશે વિસ્તૃત માહિતી


જન્મની વિગત :- ૧૮૧૪ યેવલાનાસિક જિલ્લોબ્રિટિશ ભારત
મૃત્યુની વિગત :- ૧૮ એપ્રિલ ૧૮૫૯ શિવપુરીબ્રિટિશ ભારત (હાલનું મધ્ય પ્રદેશ)
મૃત્યુનું કારણ :- ફાંસી
જન્મ સમયનું નામ :- રામચંદ્ર પાંડુરંગ

તાત્યા ટોપે

તાત્યા ટોપે  ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક સેનાપતિ અને તેના એક નોંધપાત્ર નેતા હતા. તેમનો જન્મ મરાઠી દેશસ્થ બ્રાહ્મણ કુટુંબમાં રામચંદ્ર પાંડુરંગ તરીકે થયો હતો અને ટોપે, એટલે કે સેનાપતિ અધિકારી તરીકે તેમણે પદવી લીધી હતી. તેમનું પહેલું નામ તાત્યા એટલે સેનાનાયક થાય છે. બિથુરના નાના સાહેબના તેઓ અંગત રક્ષક હતા, જ્યારે અંગ્રેજોએ કાનપુર ફરી તાબે કર્યું ત્યારે તેમણે ગ્વાલિયર ટુકડી સાથે પ્રગતિ કરી અને જનરલ વિન્ડહૅમને શહેરમાંથી છોડી પીછેહટ કરવાની ફરજ પડી હતી. પાછળથી તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સહાય કરવા આગળ આવ્યા અને તેમની સાથે ગ્વાલિયર શહેર કબજે કર્યું. જો કે, તેમને જનરલ નેપીઅરના બ્રિટિશ ભારતીય સૈન્યે રાણોદ ખાતે પરાજિત કરી દીધા હતા અને સિકર ખાતેની એક વધુ હાર બાદ તેમણે લડાઈ અભિયાન છોડી દીધું હતું૧૮ એપ્રિલ ૧૮૫૯ ના દિવસે શિવપુરી ખાતે બ્રિટીશ સરકાર દ્વારા તેમને ફાંસી આપવામાં આવી.

એક સત્તાવાર નિવેદન અનુસાર, તાત્યા ટોપેના પિતા હાલના મહારાષ્ટ્રના પાટોડા જીલ્લાના જોલા પરગણાના રહેવાસી પાંડુરંગ નામના વ્યક્તિ હતા ટોપે જન્મ દ્વારા મરાઠા વશિષ્ઠ બ્રાહ્મણ હતા એક સરકારી પત્રમાં, તેઓને બરોડાના પ્રધાન હોવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે એક અન્ય સંદેશાવ્યવહારમાં તેમને નાના સાહેબ ગણવામાં આવ્યા હતાતેમના પર ચલાવાયેલા ખટલાના એક સાક્ષીએ તેમને 'મધ્યમ બાંધાનો, ઘઉં વર્ણી અને હંમેશાં સફેદ ચૂકરીદાર પાઘડી પહેરેલા માણસ તરીકે ગણાવ્યો હતો.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિમાં ભૂમિકા

1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજી શાસન સામે માથું ઊંચકનાર પ્રસિદ્ધ સેનાની. તેનું મૂળ નામ રામચંદ્ર ભટ હતું. તેના પિતાનું નામ પાંડુરંગ હતું. તેના ઉપનામટોપેઅંગે બેમત છે. બાજીરાવ પેશવા બીજાએ તેને કીમતી ટોપીની ભેટ આપી હતી. તેથી તેનુંટોપેનામ પડ્યું. બીજા મત મુજબ તાત્યા ટોપેએ કેટલોક વખત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તોપખાનામાં તોપચી તરીકે કામ કર્યું હતું. તે વખતથી નામ રૂઢ થઈને પ્રચલિત થયું હતું. આશરે 30 વરસ સુધી તેણે મધ્યભારતનાં અનેક રાજ્યોમાં તોપચી તરીકે કામ કર્યું હતું. પાછળથી તેણે નાનાસાહેબ પેશવાની નોકરી સ્વીકારી હતી.

તે 1857ના વિપ્લવ વખતે સૈન્યની જમાવટ કરીને નાનાસાહેબ, લક્ષ્મીબાઈ વગેરેની મદદે ગયો હતો અને અંગ્રેજોનો અનેક સ્થળે સામનો કર્યો હતો. કેટલાંક મહત્વનાં સ્થળો જીતી તેણે ગ્વાલિયરમાં નાનાસાહેબનો ડંકો વગાડ્યો હતો. 1857નો વિદ્રોહ મેરઠ, દિલ્હી, આગ્રા, ઝાંસી, ગ્વાલિયર વગેરે સ્થળોમાં ફેલાયો હતો. વિપ્લવ દરમિયાન તાત્યાએ નાનાસાહેબને સંપૂર્ણ સહકાર આપી વારાણસી, અલ્લાહાબાદ વગેરે સ્થળોએ તેની સાથે મુસાફરી કરી હતી.

જૂન, 1857માં જનરલ હેવલોકે કાનપુરને ઘેરો ઘાલ્યો તે વખતે તાત્યા ટોપેએ મહત્વની કામગીરી બજાવી હતી; પરંતુ 16 જુલાઈ, 1857ના રોજ તેની હાર થતાં તાત્યા વિપ્લવવાદીઓ સાથે અયોધ્યા ગયો.

કાનપુર ઉપર હલ્લો કરવા માટે તેણે બિઠુરમાં પડાવ નાખ્યો હતો; પરંતુ તે અરસામાં 16 ઑગસ્ટ, 1857ના રોજ હેવલોકે બિઠુર ઉપર હુમલો કર્યો. તાત્યા અને તેના સાથીઓ બહાદુરીથી લડ્યા છતાં અંગ્રેજોની જીત થઈ. સિંધિયાના સૈન્યને પોતાની તરફેણમાં ફેરવી નાખવા માટે તાત્યા ટોપે અને નાનાસાહેબના ભત્રીજા રાવસાહેબ ગ્વાલિયર ગયા હતા. અને ત્યાર પછી તેમણે કાલ્પીમાં છાવણી નાખી હતી. 1857ના નવેમ્બરમાં કાનપુર ઉપર ચડાઈ કરી જનરલ વિનડેમનો પરાભવ કર્યો હતો અને કાનપુર શહેર કબજે કર્યું હતું, પણ થોડા દિવસોમાં સર કોલિન કૅમ્પબેલે અચાનક હલ્લો કરીને કાનપુર શહેર કબજે કર્યું. ફરી કાનપુર જીતવાનો તાત્યાએ પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો હતો; તેમ છતાં અંગ્રેજોને હેરાન કરવાના પ્રયત્નો તેણે છોડી દીધા હતા.

અરસામાં હ્યુ રોઝના નેતૃત્વ નીચે અંગ્રેજ સૈન્યે 22 માર્ચ, 1858ના રોજ ઝાંસીને ઘેરો ઘાલ્યો. તાત્યા તે વખતે લક્ષ્મીબાઈને સહાય કરવા ઝાંસી ગયો; પણ હ્યુ રોઝ પાસે તેનું કાંઈ ચાલ્યું નહીં. પછી તે વિપ્લવવાદીઓ સાથે ગ્વાલિયર ગયો. તાત્યા, રાવસાહેબ તથા લક્ષ્મીબાઈએ સાથે મળીને ગ્વાલિયર ઉપર હલ્લો કર્યો અને ગ્વાલિયર કબજે કર્યું અને નાનાસાહેબને પેશવા તરીકે જાહેર કર્યો, પણ સર હ્યુ રોઝે તે જીત તેમને પચવા દીધી નહીં. યુદ્ધમાં લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું. તાત્યા ત્યાંથી નાસી છૂટ્યો. વખતોવખત તેણે લશ્કર એકઠું કરીને અંગ્રેજોને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેને પકડવા માટે અંગ્રેજોએ એક વરસ સુધી પીછો કર્યો હતો – 21 જૂન, 1858થી 9 ઑક્ટોબર, 1858 સુધી દોડધામ દરમિયાન જાવરા, અલીપુર, રાજગઢ, ઈસાગઢ ચંદેરી અને મંગ્રૌલી ગામે તાત્યાએ અંગ્રેજોનો સામનો કર્યો. 1858 ઑક્ટોબરની દસમી તારીખે મંગ્રૌલી ગામ પાસે તાત્યા ટોપેનો પરાભવ થયો. પીછેહઠ કરતાં લલિતપુર ખાતે તેનો રાવસાહેબ સાથે મેળાપ થયો. અંગ્રેજોએ તેનો પીછો કરતાં તે બંનેએ મહારાષ્ટ્રમાં આશ્રય લેવા પ્રયત્ન કર્યો અને નાગપુર, મંદસોર, ઝિરાપર થઈને કોટા રાજ્યના નાહરગઢ ગયા. ઇન્દ્રગઢમાં તેનો 13મી જાન્યુઆરી, 1859ના રોજ વિપ્લવવાદીઓના એક નેતા અને મુઘલ શાહજાદા ફિરોજશાહ સાથે ભેટો થયો. તાત્યા ટોપે અને ફિરોજશાહ દેવાસ ગયા. ત્યાં પણ અંગ્રેજોએ છાપો માર્યો. તાત્યાએ ફિરોજશાહનો સંગાથ છોડીને સિંધિયાના સરદાર માનસિંહનો આશ્રય લીધો, પરંતુ માનસિંહે વિશ્ર્વાસઘાત કરી તાત્યાના ખબર અંગ્રેજ સેનાપતિ મીડને આપતાં તેને કેદ કરવામાં આવ્યો. તેને પ્રથમ સિપ્રી લઈ જવાયો. તેણે છેવટ સુધી ધૈર્ય અને ગાંભીર્ય ત્યજ્યાં હતાં. સતત હાર થવા છતાં ઠેઠ સુધી તે અડગ રહ્યો હતો. તેને ફાંસી દેવામાં આવી હતી.


Post a Comment

1 Comments

  1. I got the new the king casino no deposit bonus【Malaysia】
    【 William】pinterest in 2021, งานออนไลน์ the 출장마사지 king communitykhabar casino no septcasino deposit kadangpintar bonus,【WG98.vip】⚡,taylorlancer,taylorlancer,golfking.

    ReplyDelete